
શું માથું મૂંડાવવાથી વાળની વૃદ્ધિ થાય છે ?

જૂની માન્યતાઓ એ સામાજિક જીવનનો અગત્યનો ભાગ હોય છે. માન્યતાઓ આડેધડ અંધશ્રદ્ધા કે કોઇ ખાસ સિદ્ધાંત ઉપર રચાયેલી હોય છે. આવી માન્યતાઓનો આપણને રોજ – બરોજની જિંદગીમાં સામનો કરવો પડતો હોય છે. કેટલીક સીધી તો કેટલીક આડકતરી રીતે આપણને અસર કરતી હોય છે. તેમાં ય જો એ આરોગ્યને લગતી હોય તો આપણે તે પ્રમાણે વર્તવુ કે કરવુ પડતુ હોય છે, આપણે માનવી પડતી હોય છે, તેમાં એક વિશે તમે સાંભળ્યું હશે માથું મૂંડાવવું, સામાન્ય રીતે લોકો માને છે કે વારે – વારે મૂંડન કરાવવાથી વાળની વૃદ્ધિ થાય છે. પૌરાણિક માન્યતા સાચી માનીને તેમાં કૂદતા પહેલા એટલે કે મૂંડન કરાવતા પહેલા થોડું વિચારવું જોઇએ.
વાંચવા માટે અહીં ક્લિક કરો વાળ ટ્રાન્સપ્લાન્ટ

સચ્ચાઇ એ છે કે માથાના વાળ મૂંડાવવાથી વાળની વૃદ્ધિમાં કશો જ ફરક પડતો નથી. તેમ કરવાથી વાળની વૃદ્ધિ નથી થતી કે વાળ ખરવાની પ્રક્રિયા ધીમી પણ નથી થતી. લોકો સામાન્ય રીતે એવું માને છે કે મૂંડન પછી વાળ સ્વસ્થ અને ધટ્ટ આવે છે તે વાત સાચી નથી. તેનાથી જીવનની કે વાળની ગુણવતામાં કશો ફરક પડતો નથી. માત્ર ફોલીકલ્સની સપાટી ઉપરના વાળ કાઢે છે. વાળની સ્વસ્થતા અને ધટ્ટતાનો આધાર વાળની ફોલીકલ્સ ઉપર હોય છે, સપાટીના વાળ ઉપર નથી. વાળની ફોલીકલ્સ લોહીમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. ફોલીકલ્સને બહારના વાતાવરણ સાથે કશો જ સંબંધ નથી જેવું કે વાળ મૂંડાવી દેવા. વાળ ખરવાના ધણાં કારણો હોય છે, જેવા કે વારસાગત હાર્મોન્સનું બેલેન્સ ખોરવાવવું કે આરોગ્યની કોઇ સ્થિતિ હોઇ શકે. મોટા ભાગના પુરુષના વાળ ખરવાનું કારણ અમુક ઉંમર પછી Male Harmons (પુરુષના હાર્મોન્સ) ના લીધે હોય છે, તે છે Dihydrotestosterone. તમારા વાળનું ભવિષ્ય માથાં ઉપરનાં ફોલીકલ્સ ઉપરથી નક્કી થાય છે. જો વાળ ખરવાનું કારણ હાર્મોન્સ હોય તો ટાળ પડશે. વારે – વારે માથું મૂંડાવવાથી તેના ધસારાથી ધણી ફોલીકલ્સ નાશ પામે છે. હા તે તમારા નુકસાન પામેલા વાળને ફાયદો થાય છે. જો તમે વધારે પડતા ડેન્ડ્રફ (ખોડો) થી પીડાઓ છો તો મૂંડન એ તમારા માથાની સફાઇ માટે સારો વીકલ્પ છે. જૂના જમાનાની સ્ત્રીઓ કહે છે કે માથું મૂંડાવવાથી સરસ નવા ધટ્ટ વાળ આવશે તે વાત સાચી નથી. તેનાથી વાળ ખરવાની પેટર્ન કે સ્થિતિમાં કોઇ જ ફરક પડશે નહિ. હા એવું બની શકે કોઇ નાની ફોલીકલ્સ જેમાંથી વાળ ફૂટવાની તૈયારીમાં હોય મૂંડનથી તેમાંથી વાળ ઉગતા ધણાં લોકો ઉત્સાહમાં આવી જતાં હોય છે.
જો વાળ ખરતા હોય તો મૂંજન કરવવાને બદલે તમારે તેનું કારણ જાણવું પડે વાળ ખરવાના કારણ હરેક માણસ માટે અલગ અલગ હોઇ શકે. જો વાળ ખરવાની શરૂઆત હાર્મોન્સની સમતુલા ખોરવવાને કારણે થઇ હોય તો તમારે નજીકના પ્લાસ્ટીક સર્જનની મુલાકાત લેવી જોઇએ. વાળ ખરવાના સાચા કારણ અને તે પ્રમાણેની ટ્રીટમેન્ટથી વાળની વૃદ્ધિ થઇ શકે, વાળ મૂંડાવવાથી કોઇ ફરક પડશે નહિં.